કેટરીના કૈફ અને વિકી કૌશલ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેટરિના અને વિકીના લગ્નની ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેમની એ ઈચ્છા પૂરી થઈ છે. કેટરિના કૈફ હવે ‘મિસિસ કેટરિના કૈફ કૌશલ’ બની ગઈ છે. સૂત્રના જણાવ્યા મુજબ, દંપતીએ આજે 3.30 થી 3.45ની વચ્ચે સાત ફેરા લીધા હતા. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન જીવન શરૂ કરતા પહેલા બંને દેવીના આશીર્વાદ લેવા માટે આ વિસ્તારના પ્રખ્યાત ચોથ માતાના મંદિરે પણ દર્શન કરવા ગયા હતા. એ સાથે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નનો પહેલો ફોટો પણ ઇન્ટરનેટ પર આવી ગયો છે.
આ ફોટોગ્રાફ્સ કેટરિના અને વિકીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. ફોટોમાં લાલ કલરના પરિધાનમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તો વિકી પણ શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર કુલ ચાર ફોટા શેર કર્યા છે. ફોટો શેર કરવાની સાથે તેમણે પોતાના નવા લગ્ન જીવનની શરૂઆત માટે ચાહકોના આશીર્વાદ પણ માંગ્યા હતા.