આશિષે આજે રૂપાલી સાથે પ્રભુતામાં દગ માંડ્યા હતા
અનેક હિન્દી ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવી દર્શકોના માનીતા બનેલા દિગ્ગજ કલાકાર આશિષ વિદ્યાર્થીના ચોંકાવી દેતા સમાચાર વાઇરલ થઈ રહ્યા છે. જો આ વાત સાચી માનીએ તો ૬૦ વર્ષના આશિષ વિદ્યાર્થીએ ખાનગીમાં બીજાં લગ્ન કરી લીધાં છે.
આશિષ વિદ્યાર્થીએ આસામમાં રહેતી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યાં છે. બંનેએ આજે (૨૫ મે, ૨૦૨૩)ના અંગત સ્વજનોની ઉપસ્થિતિમાં કોર્ટ મેરેજ કર્યાં હતાં. હવે સોશિયલ મીડિયામાં લગ્નનાં ફોટો વાઇરલ થઇ રહ્યા છે. ફોટોમાં આશિષ એની દુલ્હનિયા સાથે પોઝ આપ્યો દેખાય છે.