15 એપ્રિલ એટલે પ્રમ ગીતના બેતાજ બાદશાહ ગણાતા ગીતકાર હસરત જયપુરીનો જન્મ દિવસ. 1922માં જયપુરમાં જન્મેલા હસરત જયપુરી શરૂઆતનું શિક્ષણ અંગ્રેજીમાં લીધા બાદ પિતા પાસે ઉર્દુ અને પર્સિયન ભાષાની તાલિમ લીધી જે તેમને ગીતો લખવામાં ભારે સહાયરૂપ બની.

1940માં મુંબઈ આવેલા હસરત જયપુરીએ બસના કન્ડક્ટરની 11 રૂપિયાના માસિક પગારવાળી નોકરી સ્વીકારી. એ સાથે મુશાયરામાં પણ ભાગ લેતા હતા. આવા જ એક મુશાયરા દરમ્યાન પૃથ્વીરાજ કપૂરે તેમને સાંભળ્યા અને તેમણે ફિલ્મ બનાવી રહેલા રાજ કપૂરને હસરતને મળવા જણાવ્યું. આમ હસરત જયપુરીએ તેમની કરિયરનું પહેલું ગીત 1949માં આવેલી બરસાત ફિલ્મ માટે લખ્યું. સંગીતકાર શંકર જયકિસને કમ્પોઝ કરેલું એ ગીત હતું જિયા બેકરાર હૈ, તો પહેલું યુગલ ગીત હતું છોડ ગયે બાલમ… મજાની વાત એ છે કે રાજ કપૂર સાથે ગીતકાર તરીકે શરૂઆત કરનાર હસરત જયપુરીએ 1971 સુધી રાજ કપૂર માટે ગીતો લખ્યા. રાજ કપૂરના બીજા માનીતા ગીતકાર શૈલેન્દ્રએ નિર્માણ કરેલી તીસરી કસમ માટે પણ હસરતે ગીત લખ્યા હતા. તેમણે ગીતકાર તરીકેની કરિયર દરમ્યાન હજારથી વધુ યાદગાર ગીતો લખ્યા હતા.

પુત્ર અખ્તર સાથે

સંગીતકાર શંકર જયકિસન સાથે એટલો ઘરોબો હતો કે જ્યારે જયકિસન અવસાન પામ્યા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા ગીતો કા કનૈયા નામની હૃદયસ્પર્શી કવિતા લખી જે પાછળથી મનહર ઉધાસના અવાજમાં રેકોર્ડ કરવામાં આવી.

રોમાન્ટિક ગીતો માટે જાણીતા આનંદ બક્ષીને ગીત ફિલ્મ માટે અવોર્ડ એનાયત કરતી વખતે, સાથે છે રાજેન્દ્ર કુમાર

તેમના ઘણા ગીતો એવા છે જે તેમના અંગત જીવન સાથે વણાયેલા છે. જેમકે તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નજર ના લગે એક મજેદાર લવ સોંગ છે. પરંતુ આ ગીત તેમણે તેમના પુત્ર અખ્તર માટે લખ્યું હતું. તો બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં, આ ગીત તેમના જયપુરના સાયલન્ટ લવને યાદ કરીને લખ્યું હતું. જ્યારે સંગમનું જ બીજું એક ગીત યે મેરા પ્રેમ પત્ર પઢકર તેમની પડોશણ માટે લખ્યું હતું.

તેમના ગીતોની યાદી જોઇને ખ્યાલ આવશે કે હસરત જયપુરીને કેમ કિંગ ઑફ રોમાન્સ કેમ કહે છે.

 • જિયા બેકરાર હૈ
 • યે મેરા પ્રેમ પત્ર પઢકર
 • અહેસાન તેરા હોગા મુઝ પર
 • સાયોનારા સાયોનારા
 • આ જા સનમ મધુર ચાંદની મેં હમ
 • બદન પે સિતારે લપેટે હુએ
 • હમ તેરે પ્યાર મેં
 • તેરી પ્યારી પ્યારી સૂરત કો
 • શમાં હૈ સુહાના સુહાના
 • વો ચાંદ ખિલા વો તારે હંસી
 • પંખ હોતી તો ઉડ આતી રે
 • ધીરે ધીરે ચલ
 • જિંદગી એક સફર હૈ સુહાના
 • દિલ કે ઝરોખોં પર તુઝ કો બિઠાકર
 • બોલ રાધા બોલ
 • તુમને પુકારા ઔર હમ ચલે આયે
 • કૌન હૈ જો સમપનોં મેં આયા
 • બહારો ફૂલ બરસાઓ
 • અકેલે અકેલે કહાં જા રહે હો
 • ભવરે કી ગૂંજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here