કોરોના મહામારીના કપરા કાળ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થઈ રહી છે. એક પછી એક વૈવિધ્ય સભર વિષયો ધરાવતી ફિલ્મ બની રહી છે ત્યારે મુંબઈના નિર્માતા ખુશાનુ દીક્ષિત (કે ડી)એ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મીરા બનાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે. મીરા ફિલ્મના લેખક – દિગ્દર્શક છે દિલીપ દીક્ષિત.
ફિલ્મ અંગે દિલીપ દીક્ષિતે જણાવ્યું કે, મીરાની કથા હકીકતમાં બનેલી ઘટના પરથી પ્રેરિત છે. ફિલ્મ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપશે.
ફિલ્મના ડીઓપી છે સૂરજ કુરાડે. દિલીપ રાવલ લિખિત, આલાપ દેસાઈએ સ્વરબદ્ધ કરેલાં ગીતો ગાયાં છે ઐશ્વર્યા મજુમદાર અને આદિત્ય ગઢવીએ. જ્યારે નૃત્ય દિગ્દર્શક છે સમીર તન્ના અને અર્શ તન્ના.