અક્ષય કુમાર પહેલો એવો સ્ટાર છે જેમની ફિલ્મ બેલ બૉટમ લૉકડાઉન બાદ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ 27 જુલાઈ, 2021ના દુનિયાભરમાં રિલીઝ થશે.
અક્ષય કુમારે પોતે આ જાણકારી એના ચાહકોને આપી છે કે એની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. અભિનેતાએ જણાવ્યુ કે, મને ખબર છે કે તમે બધાએ બલ બૉટમ થિયેટરમાં રિલીઝ થાય એની ધીરજપૂર્વક રાહ જોઈ છે. હવે અમારી ફિલ્મની રિલીઝની જાહેરાત કરતા ઘણો આનંદ થઈ રહ્યો છે, દુનિયાભરમા મોટા સ્કરીન પર આવી રહી છે… 27 જુલાઈએ.
અક્ષયની જાહેરાતને પગલે એના ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે. લાંબા અરસાથી અક્ષયની એક પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ નથી. એવામાં બેલ બૉટમ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય એક નવા અવતારમાં જોવા મળશે.
ફિલ્મનું ટીઝર થોટા સમય પહેલા રિલીઝ કરાયું હતું. ફિલ્મ 1980ના સમયગાળાની છે. જેમાં ખિલાડી કુમાર રૉ એજેન્ટની ભૂમિકા ભજવતો જોવા મળશે. ટીઝરમાં અક્ષય એલગ અલગ લૂકમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર ઉપરાંત ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા અને આદિલ હુસેન નજરે પડશે.