ઍક્શન સ્ટારથી કરિયરની શરૂઆત કરનાર અજય દેવગણે એ પછી તો લાંબી મજલ કાપી અને સંવેદનશીલની સાથે કૉમેડીમાં પણ પોતાનો દબદબો કાયમ રાખ્યો. બૉલિવુડના આ વર્સટાઇલ અભિનેતા મોંઘી કારનો શોખીન છે. તાજેતરમાં અજયે પત્ની કાજાલને લક્ઝરી એસયુવી ઑડી ક્યુ-૭ ગિફ્ટમાં આપી હતી. અજય પાસે હાલ મિની કૂપર, બીએમડબલ્યુ ઝેડ૪, રેન્જ રૉવર વૉગ, મર્સિડીઝ બેન્ઝ ડબલ્યુ૨૨૦ડી જેવી ગાડીઓનું કલેક્શન છે. હવે એમાં ૬.૯૫ કરોડ રૂપિયાની બ્લુ કલરની રૉલ્સ રૉયસ કુલીનન કારનો ઉમેરો થયો છે.  ભારતમાં આ પ્રકારની કાર મુકેશ અંબાણી, નિર્માતા ભૂષણ કુમાર બાદ અજય દેવગણે ખરીદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here