કુમાર સાનુને સ્ટાર સિંગર બનાવવામાં અનુ મલિક સાથે ગાયેલાં ગીતોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો
કુમાર સાનુને સ્ટાર સિંગર બનાવવામાં અનુ મલિક સાથે ગાયેલાં ગીતોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નેવુંના દાયકાનાં આ ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. આમ છતાં કુમાર સાનુને અનુ મલિક સામે વાંધો હતો અને એ બદલો લેવા માગતો હતો. આ મજેદાર કિસ્સો તાજેતરમાં એક રિયાલિટી શોમાં મહેમાન તરીકે આવેલા કુમાર સાનુએ પોતે કહ્યો હતો.
કુમાર સાનુએ શો દરમિયાન બાજીગરના એના સુપરહિટ ગીત યે કાલી કાલી આંખેના રેકોર્ડિંગ સમયે બનેલી ઘટના બાદ મેં અનુ મલિક સામે બદલો લેવાનું નક્કી કર્યું હતું. રેકોરિડંગ સમયે અનુ મલિકે ગીતનો રૅપવાળો હિસ્સો ગાવાની ના પાડી અને એણે પોતે ગાયું.
હું રૅપવાળો અંતરો પણ સરળતાથી ગાઈ શકતો હતો પણ મને ગાવાની ના પાડી એ ણે પોતે ગાયું. ત્યારથી મે મનમાં ગાંઠવાળી હતી કે સમય આવ્યે આ રૅપવાળો પાર્ટ ગાઈ હું અનુ મલિક સામે બદલો લઇશ. આજે મેં અનુ સામે બદલો લીધો.