સતત 17 વરસથી ગુજરાતી મનોરંજન જગતને બિરદાવતો રહેલો ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ ઍવોર્ડ અઢારમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. વરસના હિસાબે ભલે આ વરસે ઍવોર્ડ પુખ્ત થયો હોય પણ પહેલા વરસથી જ તટસ્થ રીતે ઍવોર્ડ આપવાની પુખ્તતા દર્શાવતો આવ્યો છે.

આ વરસે ઍવોર્ડના પ્રણેતા જસ્મીન શાહ ફંક્શન યોજવા માટે માનસિક રીતે તૈયાર નહોતા. કારણ, તેમના પ્રેણાસ્રોત જેવાં માતુશ્રી ચંદનબહેન શાહ ઉપરાંત પહેલા વરસથી જ જેમનો સાથ મળ્યો હતો એવા મનોહર કાનુન્ગોને ટ્રાન્સમીડિયા પરિવારે ગુમાવ્યા. પરંતુ સમગ્ર ટીમનું કહેવું હતું કે Show must go on, એટલે સાથીઓની વાત વધાવી લઈ જસ્મીનભાઈ શોના આયોજનની તૈયારી શરૂ કરી.

2018ના વર્ષ દરમ્યાન નિર્માણ પામેલી ફિલ્મો, નાટકો, ટીવી શોના નોમિનેશન સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કરાયા હતા. આ પ્રસંગે જસ્મીનભાઈએ જણાવ્યું કે, 2018માં કુલ 75 ફિલ્મો રિલીઝ થઈ હતી અને આનંદની વાત એ છે કે મોટાભાગની ફિલ્મોની એન્ટ્રી મળી છે. ઉપરાંત મુંબઈ તેમજ ગુજરાતના મોટાભાગના નાટકોએ પણ ગુજરાતીના આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ માટે એન્ટ્રી મોકલાવી છે.

ઍવોર્ડ ફંક્શનની સાથો સાથ તિહાઈ ગ્રુપના સથવારે મનોરંજન જગતના નામી કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા, ચંદન રાઠોડ, કોમલ ઠક્કર, ભક્તિ કુબાવત, જાનકી વૈદ્ય, જીગરદાન ગઢવી, ગીતા રબારી, કિરણ આચાર્ય, અલીશા પ્રજાપતિ ધમાકેદાર પર્ફોર્મન્સ આપવાના છે. તો વરસ દરમ્યાન આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા જતા પોતાના જીવનની આહુતિ આપી છે એવા જવાનો માટે ખાસ શ્રદ્ધાંજલિ અર્પતું ગીત પંકજ ભટ્ટે તૈયાર કર્યું છે અને એને સ્વર આપ્યો છે યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ. ઉપરાંત ટ્રાન્સમીડિયા અઢારમા વરસમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એની સિદ્ધિની ગાથા રજૂ કરતું અભિલાષ ઘોડા રચિત અને મૌલિક મહેતાએ સ્વરબદ્ધ કરેલું ગીત પણ રજૂ કરાશે.

 

ટ્રાન્સમીડિયા ઍવોર્ડની હાઇલાઇટ્સ

  • રાહુલ સુગંધ નિર્મિત અને સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત નટસમ્રાટને 12 નોમિનેશન્સ
  • ઓક્સિજન, પાઘડી, રેવાને મળ્યા 11-11 નોમિનેશન્સ તો લાંબો રસ્તો 9 નોમિનેશન્સ મેળવ્યા છે.
  • શરતો લાગુ – એક રાધા એક મીરાને આઠ, ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડને સાત, બેક બેન્ચર – આઇ એમ ગુજ્જુને ચાર તો બગાવત અને બેફામને ત્રણ નોમિનેશન્સ મળ્યા છે.

જ્યારે આ વરસનો ગોવિંદભાઈ પટેલ મહારથી ઍવોર્ડ ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરિયાને એનાયત થશે. તો હેમુ ગઢવી ઍવોર્ડ પ્રસિદ્ધ ગાયક કરસન સાગઠિયાને આપવામાં આવશે. મહેશ નરેશ ઍવોર્ડ સંગીતકાર બેલડી સચીન જીગરને પ્રદાન કરાશે તો ટ્રાન્મીડિયા વિશેષ ઍવોર્ડ લોકગાયિકા ગીતા રબારીને અપાશે.

આ વરસનો ટ્રાન્સમીડિયા લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ હોમી વાડિયા અને ગોપી દેસાઈને એનાયત થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here