સ્ટાર પ્લસ પર એક નવો શો શરૂ થઈ રહ્યો છે દિવ્ય શક્તિ. શોના કેન્દ્રમાં છે જોડિયા છોકરીઓ જેમને કુદરતે સુપર પાવર આપ્યા છે. જો કોઈની પાસે સુપર પાવર હોય તો શું કરે? બંને છોકરીઓ તેમના સુપર પાવર થકી દર્શકોને ટીવી સામે બાંધી રાખશે. સના સઇદ, જે બૉલિવુડની ટીન ડ્રામા
સ્ટુડન્ટ ઑફ ધ યરથી જાણીતી બની હતી એ શોમાં દૃષ્ટીની મુખ્ય ભૂમિકા ભજવી રહી હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

દિવ્યા એના મોડર્ન અને ટ્રેન્ડી લૂક માટે જાણીતી છે. પણ દૃષ્ટીનું પાત્ર એકદમ સીધી અન સરળ યુવતીનું છે. શોમાં સુપરનેચરલ શક્તિનો પાવર પણ જોવા મળશે.