જ્યારે પણ ડૉન ફિલ્મની વાત નીકળે ત્યારે સૌપ્રથમ અમિતાભ બચ્ચન નજર સમક્ષ આવે, ત્યાર બાદ શાહરૂખ ખાન. બંનેનું પર્ફોર્મન્સ એવું જબરજસ્ત હતું કે દર્શકો ડૉનના પાત્ર માટે બીજા કોઈ કલાકારનું નામ વિચારી પણ શકતા નથી. પરંતુ ટૂંક સમયમાં એવું બની શકે છે કે યાદીમાં ઓર એક નામનો ઉમેરો થઈ શકે છે.

તમને થતું હશે કે હવે વળી ક્યો ડૉન આવી રહ્યો છે? તો તમારી જાણ ખાતર નવી પેઢીનો પાવર હાઉસ ગણાતો રણવીર સિંહ ટૂંક સમયમાં ડૉન-3માં મુખ્ય પાત્રમાં જોવા મળી શકે છે.

મળતા અહેવાલ મુજબ શાહરૂખ ખાને ડૉન-3માં કામ કરવાની ના પાડી હોવાથી નિર્માતા રણવીર સિંહ સાથે ડિસ્કશન કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે. પરંતુ શાહરૂખે ના પાડતા સર્જકોએ રણવીર સિંહ સાથે આ અંગે ચર્ચા કરી છે અને શાહરૂખના સ્થાને રણવીર ડૉન-3માં નજરે પડી શકે છે.

જોકે રણવીર સિંહે ફિલ્મ સાઇન કરી છે કે નહીં એની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ પ્રોડક્શન હાઉસ અને રણવીર સિંહ ડૉન-3 અંગે ચર્ચા કરી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ રણવીર સિંહ ડૉન બને એ નક્કી મનાય છે. કારણ, રમવીર સિંહ જોયા અખ્તર સાથે દિલ ધડકને દો અને ગલી બૉય જેવી ફિલ્મો કરી છે જે બૉક્સ ઑફિસ પર હિટ નીવડી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here