સ્ટાર પ્લસના યે રિશ્તા ક્યા કહલાતા હૈનો સ્પિન-ઑફ એના દમદાર કલાકાર માટે સમાચારોમાં છવાયેલો છે. યે રિશ્તે હૈ પ્યાર કાનામના આ શોમાં સૌથી જાણીતો ચહેરો શાહીર શેખને મુખ્ય ભૂમિકા માટે લેવામાં આવ્યો છે. શોમાં એ ખૂબસૂરત હીરોઇન રિયા શર્મા સાથે રોમાન્સ કરતો નજરે પડશે. એટલું જ નહીં, રૅપના કિંગ બાદશાહ આ શોના ટાઇટલ ટ્રેક માટે રૅપ પણ કરશે, જે શોનું એક અનોખું આકર્ષણ હશે.

ટીમના એક નજદિકના સૂત્રએ જણાવ્યું કે, શોના નિર્માતા દર્શકોની અપેક્ષાઓ પૂરી કરવા કોઈ કસર છોડવા માંગતા નથી. તેમણે બૉલિવુડના મશહૂર રૅપર બાદશાહને શોના ટાઇટલ ટ્રેક પર રૅ કરવા માટે લીધો છે. આ ગીત શોના સારને દર્શાવવાની સાથે દર્શકોના દિલના તાર પણ ઝણઝણાવી જશે.

સ્ટાર પ્લસ પર લાંબા અરસાથી ચાલી રહેલા શો યે રિશ્તા ક્યા કહલાતા હૈની વિરાસતને યે રિશ્તે હૈ પ્યાર કા આગળ ધપાવવાનું કામ કરશે. એટલું જ નહીં, એક તાજગીભરી વાર્તા થકી દર્શકોને રોમાંચિત પણ કરશે.

આવી રહ્યો છે યે રિશ્તે હૈ પ્યાર કે ટૂંક સમયમાં સ્ટાર પ્લસ પર