છેલ્લે રેસ-3માં બૉબી દેઓલ સાથે દેખાયેલી જેકલીન ફર્નાન્ડીઝે ફિલ્મમાં ઇન્ટરપોલ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. ગયા વરસે ઇદના અવસરે રિલીઝ થયેલી ફિલ્મને ક્રિટિક્સે વખોડી હોવા છતાં બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો.

ગુરુવારે સવારે જેકલીન મેકઅપ બ્રૅન્ડના નવા કલેક્શનની બ્રૅન્ડ એમ્બેસેડર તરીકેની ફરજ પૂરી કરવા ઇવેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અઝ્ઝી અને ઓસ્ટાના સ્પ્રિંગ 2019 કલેક્શનના કૅનરી બલો બેન્ડેઉ ટૉપ અને ઓવરસાઇઝ્ડ બ્લેઝરની સાથે મેચિંગ વાઇડ લેગ પેન્ટ પહેરીને આવેલી જેકલીનનો ઠાઠ જોવા જેવો હતો.

વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો

//youtu.be/K42A1pBiNUI

જેકલીનની આગામી ફિલ્મ અમેરિકન થ્રિલર ડ્રાઇવની રીમેક છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક કરૂણ મનસુખાનીની આ ફિલ્મના નિર્માતા છે કરણ જોહર. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝની સાથે સુશાંત સિંહ રાજપુત જોડી જમાવશે. ફિલ્મ આ વરસે 28 જૂનના રિલીઝ થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here