રામાયણ અને મહાભારત બાદ જો કોઈ સૌથી વધુ જોવાતો હોય તો એ છે કૌન બનેગા કરોડપતિ. હિન્દી રિયાલિટી શોની જેમ હવે મરાઠીમાં પણ કોણ હોનાર કરોડપતિ રિયાલિટી શો આવી રહ્યો છે. સોની મરાઠી પર શરૂ થનારા શોનું ટીઝર ચૅનલના અધિકૃત ટ્વીટર પર શનિવારે રિલીઝ કરાયું છે. વિડિયોમાં નાગરાજ મંજુલે હોસ્ટની ખુરશી પર બેસતા દેખાય છે પણ શો ક્યારે શરૂ થશે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હિન્દી કેબીસીમાં મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટની ભૂમિકામાં છે. અમિતાભના ઘૂંટાયેલો અવાજ, ભાગ લેનાર સ્પર્ધક સાથેનો તેમનો વાર્તાલાપ, દરેક નવા પ્રશ્ન સાથે વધતી ઉત્કંઠા અને વિજેતાને મળતા લાખો રૂપિયાના ઇનામોને કારણે આ કાર્યક્રમ લોકપ્રિયતાના શિખરે બિરાજ્યો હતો. હવે જોવાનું એ છે કે નાગરાજ મંજુળેનો આ નવો શો દર્શકોને કેટલો પ્રભાવિત કરે છે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here