બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં દેખાયેલો મોહિત રૈના અગાઉ ટીવી સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં મહાદેવ તરીકે અને 21 સરફરોશ સારાગઢીમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવી ચુક્યો છે. હવે મમોહિત ભૌકાલ નામની વેબ સિરીઝ કરી રહ્યો છે. હર્મન બાવેજા અને અપ્લોઉઝ એન્ટરટેઇન્મેન્ટની આગામી હાર્ડકોર ક્રાઇમ ડ્રામામાં મોહિત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે.

આઇપીએસ નવનીત સેકેરા, જેમણે 2000ની સાલમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડીકેટનો ખાત્મો બોલાવ્યો હતો. નવનીતસેકેરાએ રિયલ લાઇફમાં જે અચીવમેન્ટ મેળવ્યું હતું એ ભૌકાલમાં દર્શાવવામાં આવશે. પ્રભાવશાળી અને પ્રમાણિકતા માટે ઉત્તર પ્રદેશના સ્થાનિકો વ્યંગાત્મક ભૌકાલ શબ્દનો પ્રયોગ કરે છે.
ભૌકાલ અંગે મોહિત કહે છે કે, સિરીઝમાં મને એક બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. એક એવો અધિકારી જે સ્થાનિક રાજકારણીઓ સાથેની ક્રિમિનલ્સની વરસો જૂની સાંઠગાંઠનો ખાત્મો બોલાવે છે. હું ભાગ્યશાળી છું કે સમીર નાયર અને હર્મન બાવેજા જેવા સિનિયર્સ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો.
ભૌકાલમાં મોહિત રૈના ઉપરાંત અભિમેન્યુ સિંહ, સિદ્ધાંત કપૂર, બીદીતા બેગ, સની હિન્દુજા, રશ્મી રાજપુત, પ્રદીપ નાગર અને ગુલ્કી જોશી જેવા કલાકાર છે. આકાશ મોહિમેન, જય બંસલ અને રોહિત ચૌહાણ દ્વારા લિખિત ભૌકાલનું દિગ્દર્શન જતીન વાગલેનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here