ભારતના સૌથી મોટા તહેવારોમાં જેની ગણના થાય છે એ મહાશિવરાત્રિ ભગવાન શિવ અને તેમનાં પત્ની પાર્વતીના પવિત્ર મિલનની મહાન રાત છે.

દેશભરના દર્શકો માટે આ શુભ અવસરને વિશેષ બનાવતા સ્ટાર ભારત ભગવાન શિવ અને દેવી પાર્વતીને તેમના શો રાધાકૃષ્ણમાં એક સાથે આવવાનો કંઇક અલગ ઉત્સવ પ્રસ્તુત કરશે.

રાધાકૃષ્ણ સાથે દર્શકોને ટીવી પર સૌથી મોટા શિવરાત્રિ સેલિબ્રેશન જોવા મળશે જેમાં કૃષ્ણ અને રાધા મહાદેવ અને પાર્વતીનું મિલન કરાવશે.

રાધાકૃષ્ણ સોમવારથી શનિવારે રાત્ર 9 વાગ્યે સ્ટાર ભારત પર પ્રસારિત થાય છે