દર્શકોના મનપસંદ શો અલ્લાદ્દીનઃ નામ તો સુના હોગામાં અનેક રહસ્યો પરથી પરદો ઉંચકાવાની તૈયારી થઈ રહી છે. અમ્મી જિનીને શોધવાનું નક્કી કર્યું છે જેણે પૂરા બગદાદમાં ઉહાપોહ મચાવ્યો છે. તો અલ્લાદ્દીન વીંટીવાળા જિનીને ખતમ કરવા અને જિનુની હકીકત બહાર આવતી રોકવાની મથામણમાં છે.

બગદાદમાં બધા જ બુલબુલ ચાચાએ આપેલા યંત્રથી જિની પર હુમલો કરી ઝડપી લેવા ટાંપીને બેઠા છે. આ બધી ગરબડ વચ્ચે જિનુ એની પોતાની સુરક્ષા માટે અલ્લાદ્દીન પર નિર્ભર છે અને એને ત્યારે આઘાત લાગે છે કે અલ્લાદ્દીન રાજમહેલમાં મેહર સાથે છે. બગદાદમાં બધા બાંસુરી વગાડવાની શરારત કરી પરિસ્થિતિ વણસાવી રહ્યા છે. કારણ, બધાને ખબર છે કે બાંસુરીના અવાજથી જિનીની શક્તિઓ ક્ષીણ થાય છે. જોકે એને કારણે જિનુ ગુસ્સે ભરાય છે અને એની શક્તિનો ઉપયોગ કરી એક રૂમમાં રાખેલી બધી વાંસળીઓનો નાશ કરી દે છે. એ સમયે અમ્મી ત્યાં પહોંચી જાય છે અને જિનુને અસલી રૂપમાં જોઇ લે છે.

આ ચોંકાવનારા રહસ્યની જાણ થતાં અમ્મીની પ્રતિક્રિયા કેવી હશે?

સોમવારથી શુક્રવારે સોની સબ પર પ્રસારિત થતી અલ્લાદ્દીનઃ નામ તો સુના હોગામાં અમ્મીની ભૂમિકા ભજવી રહેલી સ્મિતા બંસલ કહે છે કે, બગદાદના લોકોની સુરક્ષા માટે જિનીને શોધવા અમ્મી પૂરી તાકાત લગાવી દે છે. જોકે આ પ્રયાસો દરમ્યાન એને ગોદ લીધેલા દીકરા જિનુ અંગે ઘણી ચોંકાવનારી હકીકતની જાણ થાય છે કે એ પોતે એક જિની છે. જિનુ સાથે એના સંબંધ કેવી રીતે બદલાય છે એ દર્શકોને ઘણું મનોરંજન પૂરૂં પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here