સ્ટાર પ્લસ પર તાજેતરમાં શરૂ થયેલી નવી સિરિયલ દિવ્ય દૃષ્ટી બે બહેનોની વાત છે જેમને સુપર પાવર્સ મળ્યો છે અને તેમણે પિશાચિનીથી સાવધ રહેવાનું છે. પહેલેથી તાકતવર એવી પિશાચિની એના જેવી જ ડરામણી અને અતિ તાકતવર સ્ટાર પ્લસની નઝરની મોહના સાથે હાથ મેળવતી નજરે પડશે.

શોના મેકર્સ દિવ્ય દૃષ્ટીમાં મોહનાની ભૂમિકામાં કોઈ કસર છોડવા માંગતા નથી અને એટલા માટે ઇન્ડસ્ટ્રીની જાણીતી ફૅશન ડિઝાઇનર અનિતા ડોંગરાને ડાયન માટે કસ્ટમાઇઝ્ડ આઉટફિટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. ડાયનના શાનદાર લૂક અનિતા ડોગરાની દેન છે. મોહના પહેલેથી જ એના બહેતરીન આઉટફિટથી બધાને ચકિત કરી ચુકી છે અને હવે એ એક નવા અવતારમાં જોવા મળશે. નવા લૂકમાં આવનારી મોહના પિશાચિની સાથે સ્ક્રીન શેર કરશે.

હીરોઇનોના કોસ્ચ્યુમ તૈયાર કરનાર ડ્રેસ ડિઝાઇનરે એક પિશાચિનીના આઉટફિટ અનિતા ડોંગરાએ અનોખા કૉન્સેપ્ટ સાથે તૈયાર કર્યા છે. એમાં સંગીતા ઘોષ અને મોનાલિસા પહેલીવાર પરદા પર નજરે પડશે. ડાયન અને પિશાચિનીની પાર્ટનરશિપ સ્ટાર પ્લસ પર શનિવાર-રવિવારે સાંજે 7 વાગ્યે પ્રસારિત થતી દિવ્ય દૃષ્ટી સિરિયલને ઓર રોચક બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here