શરીર પર આગ લગાડીને ખતરનાક સ્ટંટ કરતો અક્ષય જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે ઉપસ્થિત દરેકના મોંમાંથી હાયકારો નીકળી ગયો હતો. જોકે વા સ્ટેટ કરવામાં માહેર અક્ષયે પત્રકારોને જણાવ્યું હતું કે, એબન્ડેશિયા સાથે મેં બેબી, ઍરલિફ્ટ અને ટોયલેટ – એક પ્રેમ કથા જેવી ફિલ્મો કરી છે. વિક્રમ અને એની ટીમ એક દમદાર વાર્તા પર કામ કરી રહ્યા છે. આવી વૈશ્વિક દરજ્જાની સિરીઝની ના પાડવી મારા માટે અશક્ય હતું. એ સાથે એક ખુલાસો પણ કરી દઉં કે મારા દીકરા આરે મને ડિજિટલ ડેબ્યુ કરવાની સલાહ આપી, કારણ આજના યુવાનોને એ પસંદ છે. આ માધ્યમથી હું કંઇક અલગ કરવા માંગુ છું અને યુવાનો સાથે સંકળાવા માંગું છું.

એમેઝન પ્રાઇમ વિડિયોએ એક રંગારંગ કાર્યક્રમમાં બૉલિવુડના સુપરસ્ટાર અક્ષયકુમારને એમેઝોનની આગામી ઍક્શન પેક્ડ પ્રાઇમ ઓરિજિનલ થ્રિલર સિરીઝ ધ એન્ડ (વર્કિંગ ટાઇટલ)માં લીડ એક્ટર તરીકે જાહેર કર્યો હતો. દર્શકો અને સમીક્ષકોએ વખાણેલી સિરીઝ બ્રીથના નિર્માતા એબન્ડેશિયા એન્ટરટેઇન્મેન્ટની નવી સિરીઝથી અક્ષયકુમાર વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહ્યો છે. વિશ્વના 200 દેશોમાં ફેલાયેલા અક્ષયકુમારના ચાહકો માટે એક નવી પેશકશ છે જે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરાશે.

આ મલ્ટી સીઝન શોનું હાલ પ્રોડક્શન ચાલી રહ્યું છે અને આ સિરીઝનો હેતુ દુનિયાભરના ઍક્શન-થ્રિલરના દર્શકોને આકર્ષવાનો છે. શો ભલે વેબ સિરીઝ ફોર્મેટમાં હોય પણ એનો લૂક એકદમ ભવ્ય હોવાની સાથે ઍક્શન જૉનરની પરિભાષા બદલી નાખશે.

આ અવસરે એમેઝોન સ્ટુડિયોઝના ધ્યક્ષ જેનિફર સાળકેએ જણાવ્યું કે અમે અક્ષયકુમારને એમેઝોન પ્રાઇમ વિડિયો પર લાવી શક્યા એનો ઘણો આનંદ છે. સિરીઝમાં ઍક્શન સિક્વન્સ એવા હશે કે દર્શકો રોમાંચિત થઈ જશે.

જ્યારે એબન્ડેશિયા એન્ટરટેઇન્મેન્ટના સીઇઓ વિક્રમ મલ્હોત્રાએ કહ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી મેં અક્ષયકુમાર સાથે અનેક ફિલ્મો કરી છે. વિવિધતાભર્યાપાત્રો પસંદ કરવામાં એ બેજોડ છે. અને મને ગર્વ છે કે એબન્ડેશિયાની સિરીઝ અક્ષયકુમાર જેવો સ્ટાર કરી રહ્યો છે. અક્ષયના પ્રશંસકો પણ એની ઍક્શન પેક્ડ ભૂમિકામાં વાપસી કરી રહ્યો છે એનાથી ખુશ હશે.  વખતે અક્ષયકુમારના સ્ટંટ એવા હશે જે પહેલા કદી જોયા નહીં હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here