ઝી-5 પર 12 જુલાઈના સ્ટ્રીમ થનારી ફિલ્મ કાકુડા એક વિવાદમાં ફસાઈ હતી. પરંતુ ઝૂમ પર આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો. રિતેશે કાકુડા સાથે સંકળાયેલી અફવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુપરહિટ હૉરર કૉમેડી ફિલ્મ સ્ત્રી અને ભૂલભૂલૈયાની મજાક ઉડાવવામાં આવી નથી. હકીકતમાં ફિલ્મના નિર્માતા અવારનવાર હિટ ફિલ્મના ઉદાહરણ આપતા હોય છે. અને કાકુડા એમાં અપવાદ નથી. ફિલ્મમાં એક લાઇન છે, ભૂતો સે ડર નહીં લગતા, ઇન્સાનો સે લગતા હૈ જે આ સુપરહિટ ફિલ્મ માટે સેલ્યુટ છે.
આ વિવાદ ઊભો થવાનું કારણ કાકુડાના એક દૃશ્યને કારણે શરૂ થયો હતો. ફિલ્મમાં રિતેશ દેશમુુખનું પાત્ર સ્ત્રી અને ભૂલ ભૂલૈયાના ભૂતોને બોરિંગ કહે છે.
મુંજ્યા ફૅમ આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત કાકુડા એક લોકકથા પર આધારિત હૉરર કૉમેડી ફિલ્મ છે. જેમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ ઉપરાંત સલીમ અને આસિફ ખાન પણ જોવા મળશે. ફિલ્મનું નિર્માણ રૉની સ્ક્રૂવાલાએ કર્યું છે. 12 જુલાઈથી ઝી-5 પર કાકુડા સ્ટ્રીમ થશે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો