ભારતનું એન્ટરટેઇન્મેન્ટનું સુપર ઍપ ઝી-5એ ઝી5 ક્લબ શરૂ કરવાની જાહેરાત વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા કરી છે. દરેક ભારતીયને પસંદગીના મનોરંજનનો રસથાળ મળશે. વૈવિધ્યસભર શૈલી, ભાષાઓ અને અનેક પ્રકારના ડિવિસીસ પર મનોરંજનની સાથે ખુશી મળે એ માટે ઝી-5એ આ કદમ ભર્યું છે. ઝી-5 ક્લબ એ ઓટીટી ટેલિવિઝન મનોરંજન પેકમાં દર્શકોને એના સૌથી મનપસંદ શો ટીવી પર દર્શાવાય એ પહેલાં જોવા મળશે.એ સાથે ઝી-5 અને અલ્ટ બાલાજીના પસંદગીના શો, હજારથી વધુ મનોરંજક ફિલ્મો, ઝી જિંદગી શોઝ અને 90થી વધુ લાઇવ ટીવી ચૅનલ્સ પણ જોવા મળશે. ઝી5 ક્લબના દર્શકો જાહેરખબરના વિઘ્ન વગર તમામ કાર્યક્રમો જોઈ શકશે ઝી5 ક્લબમાં દર્શકો તેમના પસંદગીના ટીવી શોઝ અને ઓટીટી એસ્ક્લુઝિવ તેમની સુવિધાનુસાર વરસના માત્ર 365 રૂપિયા ભરીને જોઈ શકશે.

ઝી5 ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ એસવીઓડી રાહુલ મરોલીએ જણાવ્યું કે, અમારા ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોને સૌથી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અને ઝી5 ક્લબની શરૂઆત પણ દર્શકોના પ્રતિભાવોના આધારે કરવામાં આવી છે. દરેક ભારતીયોને તેમની પસંદગીનું મનોરંજન એકદમ કિફાયતી ભાવે મળએ એવી કલ્પના ઘણા સમયથી વિચારાધીન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here