શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાનાએ ખરીદી 13 કરોડ રૂપિયાની પ્રોપર્ટી

આ જમીન બૉલિવુડનાં અભિનેત્રી દુર્ગા ખોટે પરિવારની હતી

Table of Contents

બૉલિવુડ સ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હવે ખેડૂત બની ગઈ છે. સુહાનાએ રાયગડ જિલ્લાના અલીબાગમાં 1.5 એકર ખેતીની જમીન ખરીદી છે.  જમીન પર ત્રણ ઘર પણ વેલા છે. એક વેબસાઇટે શેર કરેલા ડૉક્યુમેન્ટ મુજબ સુહાનાએ આ જમીન 12.91 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ જમીન બૉલિવુડનાં અભિનેત્રી દુર્ગા ખોટે પરિવારની હતી જે તેમની દીકરીઓ અંજલિ, રેખા અને પ્રિયાને વારસામાં મળી હતી, સુહાનાએ તેમની પાસેથી આ જમીન ખરીદી છે. સુહાનાએ જે જમીન ખરીદી છે એમાં 1750 ચોરસ ફૂટ, 420 ચોરસ ફૂટ અને 48 ચરસ ફૂટના કાર્પેટ એરિયા ધરાવતા ત્રણ ઘર પણ આવેલા છે.

વેચાણ ખત મુજબ આ જમીન રાયગડ જિલ્લાના અલીબાગ વિસ્તારના થાલ ગામમાં આવેલી છે. ડૉક્યુમેન્ટ મુજબ  સુહાનાએ  આ લેનદેન પર સ્ટેમ્પ ડ્યુટી પેટે 77.46 લખ રૂપિયા ચુકવ્યા છે. આ ડીલનું રજિસ્ટ્રેશન પહેલી જૂને કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન પેપર્સમાં સુહાનાને એગ્રિકલ્ચરિસ્ટ એટલે કે ખેડૂત હોવાનું જણાવ્યું છે.

સુહાના એની અભિનયની કરિયર શરૂ કરી રહી છે અને એની ફિલ્મ ધ આર્ચીસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઝોયા અખ્તર દિગ્દર્શિત ધ આર્ચીઝ અમેરિકન કૉમિક્સ પર આધારિત છે. ફિલ્મમાં સુહાના ઉપરાંત અનેક સ્ટાર કિડ્સ છે. જેમાં શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પર આ ફિલ્મથી એની કરિયર શરૂ કરી રહી છે. ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ ડેબ્યુ કરી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં વેદાંગ રૈના, મિહિર આહુજા અને યુવરાજ મેંડા જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે.

અલીબાગ હાલ સેલિબ્રિટીઝ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. પ્રોપર્ટી ડીલર્સના જણાવ્યા મુજબ અલીબાગમાં અનેક મશહૂર હસ્તીઓ અને ઉદ્યોગપતિઓના બંગલાઓ છે. એમાં વેદાંતા રિસોર્સીઝના નવીન અગ્રવાલ, રેમન્ડ્સના ગૌતમ સિંઘાનિયા, યુનિકેમ લૅબ્સ લિમિટેડના પ્રકાશ મોદી, ઇન્ફોસિસના સલિલ પારેખ, કેકેઆરના સંજય નાયર, નાયકાનાં ફાલ્ગુની નાયર અને ઇક્વિટી રોકાણકર દેવેન મહેતાનો સમાવેશ થાય છે.

મળતા અહેવાલ મુજબ સુહાનાની પ્રોપર્ટીની બાજુમાં જ શાહરુખનો અલીબાગવાળો બંગલો આવેલો છે. આ બંગલો દરિયા કિનારે છે જેમાં સ્વિમિંગ પૂલ, હેલિપેડ જેવી સુવિધાઓ પણ છે. શાહરુખ એનો જન્મદિવસ અહીં જ ઉજવે છે. ઉપરાંત એના સંતાનો અને તેમના મિત્રો પણ અહી આવી પાર્ટી કરતા હોય છે.

Exit mobile version