સાઉથની બહુચર્ચિત અભિનેત્રી પ્રિયા વૉરિયરની ડેબ્યુ હિન્દી ફિલ્મ શ્રીદેવી બંગલોના મુંબઈ ખાતેના શૂટિંગના વીસ દિવસના શિડ્યુલની શરૂઆત થઈ છે. મુંબઈના વિવિધ લોકાલ્સ પર થનારા શૂટિંગમાં પ્રિયા વૉરિયર ઉપરાંત પ્રિયાંશુ ચેટર્જી, અરબાઝ ખાન, અસીમ અલી ખાન વગેરે ભાગ લઈ રહ્યા છે. આ શિડ્લની ખાસ વિશેષતા એ છે કે, મુંબઈના શિડ્યુલ દરમ્યાન ધમાકેદાર ઍક્શન સિકવન્સ ફિલ્માવવામાં આવશે જેમાં ચીનના ત્રણસો જેટલા સ્ટંટમૅન ભાગ લેશે.

શ્રીદેવી બંગલોના ટીઝરે લોકોમાં ફિલ્મ વિશે ભારે ઉત્સુકતા ફેલાવી છે. ચંદ્રશેખર સુધીર કુમાર, જેરોમ જૉસેફ, રોમન ગિલ્બર્ટ, એમ. એન. પિંપલે અને મનીષ નાયર નિર્મિત ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત મંબુલીના કહેવા મુજબ લંડનના શિડ્યુલ બાદ અમે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છીએ.

ઓરૂ અદિર લવના આંખ મારતા દૃશ્યને કારણે રાતોરાત દુનિયાભરમાં મશહૂર થઈ ગયેલી અભિનેત્રી પ્રિયા વૉરિયરનું કહેવું છે કે, મુંબઈમાં શૂટિંગ કરવાનો અનુભવ અદભુત છે. અહીં અમે ફિલ્મના મહત્ત્વપૂર્ણ દૃશ્યો ફિલ્માવી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here