બાળકો તો પ્રભુની દેન છે એમ આપણે હંમેશ કહીએ છીએ. પણ હાલની દુનિયા અને જન્મનારા બાળકો વિચારસરણી આજના યુગ જેટલી ઝડપી હોય છે. એટલે બાળકોને યોગ્ય ઉમરે, યોગ્ય શિક્ષણ મળે એ એટલું જ મહત્ત્વનું છે. સેક્સ એજ્યુકેશન સ્કૂલમાં યોગ્ય રીતે શીખવવું કેટલું મહત્ત્વનું છે એ સમજાવતી કૅફે મરાઠી નિર્મિત પ્રણય માસ્તરનો વર્લ્ડ પ્રીમિયર 16 મેના થઈ રહ્યો છે. શેમારૂ મરાઠીબાણા ચૅનલ પર ફિલ્મ બપોરે 12 વાગ્યે દર્શાવવામાં આવશે. ફિલ્મનું દિગ્દર્શન નેશનલ અવૉર્ડ વિજેતા દિગ્દર્શક શિવાજી લોટન પાટિલે કર્યુ છે. ફિલ્મના લેખક છે શિરીષ લાટકર.
ફિલ્મના નિર્માતા કૅફે મરાઠીના નિખિલ રાયબોલે અને ભૂપેન્દ્રકુમાર નંદને જણાવ્યુ કે અનેક મરાઠી-હિન્દી વેબ સિરીઝના નિર્માણ કર્યા બાદ પહેલીવાર ફિલ્મનું નિર્માણ કર્યુ છે. આ ફિલ્મ તમને તમારા સ્કૂલ જીવનની યાદ અપાવી જશે, એટલું જ નહીં, તમને કંઇક શીખવી પણ જશે.