ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં એક અનોખી અને ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પહેલીવાર હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર જોવા મળશે. દેશના સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હૉટસીટ પર કુમાર મંગલમ બિરલાની હાજરીએ એપિસોડને ખાસ બનાવી દીધો.
જ્ઞાન જ્યાં છે, ત્યાં આત્મવિશ્વાસ છે

આ સીઝનની થીમ જહાં અકલ હૈ, વહાં અકડ હૈને કુમાર મંગલમ બિરલાની હાજરીએ વધુ અર્થપૂર્ણ બનાવી. તેમણે સાબિત કર્યું કે સાચું નેતૃત્વ જ્ઞાન, દૃષ્ટિ અને સ્પષ્ટ વિચારોમાંથી જન્મે છે. ચર્ચા દરમિયાન બિરલાએ ભારતની આર્થિક પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
અર્થતંત્રથી લાગણી સુધી
શોમાં માત્ર ગંભીર ચર્ચા જ નહીં, પરંતુ હળવી અને લાગણીસભર પળો પણ જોવા મળી. કુમાર મંગલમ બિરલાએ અમિતાભ બચ્ચનને પોતાના મનપસંદ અભિનેતા ગણાવ્યા. એ સાથે જ, શાહેનશાહ સામે પ્રશ્નોના જવાબ આપતાં થોડો ડર લાગતો હોવાની મજેદાર કબૂલાત પણ કરી હતી..
કેબીસીનો આ એપિસોડ માત્ર એક શો નહીં, પરંતુ જ્ઞાન, ઉદ્યોગ, સંસ્કૃતિ અને પ્રેરણાનો સુંદર સંગમ બની રહ્યો. એપિસોડ 29 ડિસેમ્બરના રાત્રે નવ વાગ્યે સોની ટીવી અને સોની લિવ પર જોવા મળશે.









