ભારતીય સંગીત જગતમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. પૂર્ણપણે કલાકારો દ્વારા ચલાવાતું અને કલાકારો માટે જ રચાયેલું પ્લેટફોર્મ ગુનગુનાલો (Goongoonalo) ૧૦૦ ઓરિજિનલ ગીતો સાથે લૉન્ચ થયું છે. સ્વતંત્ર સંગીત જગતમાં જ્યાં એક ગીત રિલીઝ થવામાં મહિના વીતી જાય છે, ત્યાં એક જ દિવસે ૧૦૦ ઓરિજિનલ ગીતો રજૂ થવું પોતે જ એક ક્રાંતિકારી પગલું છે.

કલાકારો માટે, કલાકારો દ્વારા રચાયેલી ઇકોસિસ્ટમ
ગુનગુનાલોની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ગાયક, સંગીતકાર, ગીતકાર અને પ્રોડ્યુસર સૌ સમાન ભાગીદાર છે. કોઈ ફી નથી, કોઈ અધિકાર ધરાવતો નથી અને કોઈ અધિકાર છીનવાતા નથી. દરેક સહભાગી પોતાના બનાવેલા સંગીતનો સહ-માલિક છે અને કૉપીરાઇટ સંપૂર્ણપણે કલાકાર પાસે જ રહે છે. આ રીતે, ભારતમાં પહેલીવાર કલાકારો માત્ર યોગદાન આપનાર નહીં પણ પ્લેટફોર્મના સ્ટેકહોલ્ડર બન્યા છે.

પારદર્શક આવક મોડલ અને સીધી કમાણી
ગુનગુનાલોનું આર્થિક માળખું પણ એટલું જ અનોખું છે. પ્લેટફોર્મની કુલ આવકમાંથી ૬૦%થી વધુ સીધી રીતે કલાકારો સુધી પહોંચે છે. રોયલ્ટી કેવી રીતે મળે છે, આવક ક્યાંથી આવે છે અને શ્રોતાઓનો પ્રતિભાવ કેવો છે – બધું જ કલાકારને સ્પષ્ટ રીતે દેખાય છે.
શ્રોતા અને કલાકાર વચ્ચે જીવંત જોડાણ
Gatecrash જેવી ઇન-એપ સુવિધાઓ દ્વારા શ્રોતાઓ અને કલાકારો વચ્ચે રિયલ-ટાઇમ સંવાદ શક્ય બન્યો છે. અહીં સંગીત માત્ર સાંભળવાનું સાધન નથી, પરંતુ એક જીવંત સમુદાયનો અનુભવ છે.

વૈવિધ્યસભર સંગીત અને ઉદ્યોગનો સમર્થન
શાસ્ત્રીય, લોકસંગીત, ગઝલ, ઇન્ડી પોપ, ફ્યુઝન અને સ્પોકન વર્ડ સહિત અનેક ભાષા અને શૈલીઓનું પ્રતિનિધિત્વ કરતું આ લૉન્ચ કૅટલૉગ સતત વિસ્તરતો જીવંત આર્કાઇવ બની રહ્યો છે. લૉન્ચ ઇવેન્ટમાં જાવેદ અખ્તર, શંકર મહાદેવન, સોનુ નિગમ, હરિહરન, શાન, પ્રસૂન જોશી અનુ મલિક, અનુપ જલોટા સહિત ૧૦૦થી વધુ કલાકારો અને સેલેબ્રિટીઝે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ મૂવમેન્ટને સમર્થન આપ્યું હતું.
ગુનગુનાલો માત્ર એક મ્યુઝિક પ્લેટફોર્મ નથી, પરંતુ કલાકારોની માલિકી, પારદર્શકતા અને સર્જનાત્મક સ્વતંત્રતાનું સ્પષ્ટ ઘોષણાપત્ર છે – જે ભારતીય સંગીતના ભવિષ્યને નવી દિશા આપવાનું વચન આપે છે.









