બૉલિવુડ કલાકાર શબાના આઝમી અને જાવેદ અખ્તર પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જાવેદ અખ્તરનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે શબાના આઝમી અને તેમના ડ્રાઇવરને ઇજા થવાથી પનવેલની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મળતા અહેવાલ મુજબ શબાના આઝમીની કાર ટ્રક સાથે અથડાતા કારનો ખુરદો બોલી ગયો હતો. સદભાગ્યે શબાના આઝમીને ગંભીર ઇજા પહોંચી નહોતી. શબાનાને નાક-આંખ પાસે ઇજાઓ થઈ છે. જોકે હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે શબાનાને થયેલી ઇજા ગંભીર પ્રકારની નથી આમ છતાં અમે બધા ટેસ્ટ કરી રહ્યા છીએ કે તેમને કોઈ આંતરિક ઇજાઓ થઈ છે કે નહીં. અકસ્માતને કારણે તેઓ આઘાતમાં છે અને તેમને આરામની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here