ઢોલિવુડની હું તું ને રમતુડી, માડી જાયા જેવી ફિલ્મો કરનાર અને આશિકી, જો જીતા વોહી સિકંદર, ખિલાડી, પહેલા નશા, બાદશાહ, કભી હાં કભી ના જેવી બૉલિવુડની ફિલ્મો કરનાર અભિનેતા દીપક તિજોરી સાથે એક સહનિર્માતાએ 2.6 કરોડ રૂપિયાની છેતરપીડી કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલ મુજબ દીપક પાસેથી નાહરે એક થ્રિલર ફિલ્મ બનાવવા, લોકેશનના ખર્ચના બહાને પૈસા લીધા હતા. અનેકવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન મળતા અભિનેતાએ આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દીપક તિજોરીએ આંબોલી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એણે 2019માં નાદર સાથે ટિપ્સી નામની થ્રિલર બનાવવા એક કોન્ટ્રાક્ટ કર્યો હતો. જોકે નાદર પૈસા આપવાનું ટાળતો રહ્યો અને જે ચેક આપ્યા હતા એ તમામ બાઉન્સ થયા હતા.
એ સાથે દીપકે ફરિયાદમાં જણાવ્યું હતું કે એણે મોહન નાદરને એક થ્રિલર બનાવવા માટે 2.6 કરોડ રૂપિયા આપ્યા હતા. નાદરે ફિલ્મના શૂટિંગ માટે લંડનના લોકેશનના ખર્ચ પેટે પસા લીધા હતા જે હજુ સુધા પાછા આપ્યા નથી. આંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બંદોપંત બનસોડેએ આપેલી જાણકારી મુજબ પોલીસે નાદર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમો 420 અને 406 હેઠળ ગુનો નોંધ્યો છે.