બૉલિવુડના ખિલાડી તરીકે ખ્યાતનામ અક્ષય કુમારને છેલ્લા થોડા વરસોથી હિટ મશીનનું બિરૂદ અપાયું છે. એની દરેક ફિલ્મ બ્લૉકબસ્ટર હશે એ પહેલેથી જ નક્કી મનાય છે. ફિલ્મ રિલીઝ થાય એ અગાઉ જ અક્ષયની ફિલ્મ કેટલો બિઝનેસ કરશે એનો અંદાજ ટ્રેડ પંડિતો લગાવતા થઈ જાય છે. અક્ષયની સફળતા પાછળ 25 વરસની તનતોડ મહેનત છે. અક્કીની આ વિશ્વસનીયતાને કારણે જ નિર્માતા એને ભરપુર પૈસા ચુકવે છે. પરંતુ અક્ષયે હવે એવું કામ કરી બતાવ્યું છે કે એમાં બૉલિવુડના ત્રણેય ખાન સ્ટાર્સ જ નહીં, હૉલિવુડના પણ અનેક સ્ટાર્સને બળતરા થશે.

ફોર્બ્સે એની આ વરસની યાદી જારી કરી છે જેમાં અક્ષય કુમાર એક માત્ર એવો અભિનેતા છે જેનું નામ 2020ની હાઇએસ્ટ પેઇડ સેલેબ્સની યાદીમાં સામેલ કરાયું છે. ફોર્બ્સની યાદીમાં અક્ષયે 52મું સ્થાન મેળવી અનેક ઇન્ટરનેશનલ સ્ટાર્સને પાછળ છોડ્યા છે.

ફોર્બ્સની યાદી મુજબ અક્ષય કુમારે હૉલિવુડ સ્ટાર્સ વિલ સ્મિથ, જેનિફર લોપેઝ અને પૉપસ્ટાર રિહાનાને પાછળ છોડ્યા છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમારની વાર્ષિક આવક 48.5 મિલિયન ડૉલર (અંદાજે 370 કરોડ રૂપિયા) દર્શાવાઈ છે.

એક ઇન્ટરવ્યુમાં અક્ષયે એની સફળતાના રહસ્ય અંગે જણાવતા કહ્યું હતું કે, સમયની સાથે તાલ મેળવવો જરૂરી છે. આ સમયગાળા દરમ્યાન ફિલ્મોની વાર્તા બદલાઈ ગઈ છે, લોકોના આચારવિચાર અને જીવવાની રીતભાત બદલાઈ ચુકી છે. દર્શકો પણ બદલાયા છે, ત્યાં સુધી કે મારા ચેકમાં લાગનારા શૂન્યની સંખ્યા પણ બદલાઈ ગઈ છે. દરેક ચીજો બદલાઈ રહી છે. અને આ સફળતાનો મૂળ મંત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here