વિશ્વભરમાં ગ્લેમરની દુનિયાના માનીતા એવા ૭૮મા કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડના સ્થાપક અને ચેરમેન ડૉ. યોગેશ લાખાણીએ રેડ કાર્પેટ પર હૉલિવુડ બૉલિવુડના દિગ્ગજ સિતારા સાથે વૉક કરી ડંકો વગાડ્યો છે. ડૉ. લાખાણી જ્યારે રેડ કાર્પેટ પર વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓઓ સાથે એન્ટ્રી કરી ત્યારે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતા હોવાની સાથે તમામ ભારતીયોએ ગર્વની લાગણી અનુભવી હતી.
૭૮માં કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હૉલિવુડથી લઈને બૉલિવુડના કલાકારો સાથે જ્યારે ડૉ. લાખાણી વૉક કરી રહ્યા હતા ત્યારે ગરવા ગુજરાતી એવા યોગેશ લાખાણીની યશકલગીમાં ઓર એક પીંછું ઉમેરાયું હતું. એક પ્રતિષ્ઠિત મહેમાન તરીકે જ નહીં, પરંતુ પ્રગતિ, મહત્ત્વાકાંક્ષા અને વિઝનના પ્રતીકની સાથે એક સ્વપ્નદૃષ્ટા તરીકે વૈશ્વિક ફિલ્મ સમુદાયના હૃદયમાં આગવું સ્થાન બનાવ્યું.
ડૉ. લાખાણીને ફિક્કી અને એનએફડીસી દ્વારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં તેમની હાજરી ઔપચારિક નહીં પણ નોંધપાત્ર બની રહી હતી. જે ભારતીય મનોરંજન, વાર્તાકથન, બ્રાન્ડિંગમાં પ્રભાવની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.
છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડે આ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે મેગા મનોરંજન કાર્યક્રમો, સંગીત આલ્બમ્સ, ઓટીટી ચૅનલો અને અત્યંત દૃશ્યમાન હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર કર્યો છે. આવા હોર્ડિંગ્સ ભારતના મીડિયા જગતનો પ્રતિષ્ઠિત હિસ્સો બન્યો છે. યોગેશ લાખાણી અસંખ્ય સાંસ્કૃતિક અને સિનેમેટિક કાર્યક્રમોને પ્રસિદ્ધિ અપાવી છે. કાન્સમાં ફિલ્મ અને મીડિયામાં આગવું યોગદાન આપવા માટે વિશ્વપ્રસિદ્ધ ફેસ્ટિવલમાં તેમનું અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું હતું.
કાન્સમાં થયેલા અનુભવ વિશે જણાવતા ડૉ. લાખાણીએ કહ્યું કે, ૭૮મા કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવી એ ખરેખર મારાં માટે ગર્વની વાત છે. એ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની વાત છે.
૭૮મા કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, જાહ્નવી કપૂર, કરણ જોહર, આલિયા ભટ્ટ, લિયોનાર્ડો ડી કેપ્રિયો, દીપિકા પાદુકોણ, કોમલ ઠક્કર જેવાં અનેક દિગ્ગજોએ હાજરી આપી છે. આવી ઇવેન્ટમાં પહોંચવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે. એમ કહેવાની સાથે ડૉ. લાખાણીએ ઉમેર્યું કે, લોકોના અતૂટ સમર્થન અને ઉષ્માભરી શુભકામના માટે મારા પરિવાર, મિત્રો અને શુભચિંતકોનો હું આભાર માનું છું.
યોગેશ લાખાણીની ફેસ્ટિવલમાં હાજરી એક સીમાચિહ્નરૂપ હોવાની સાથે એક સંદેશ પણ છે. હૉર્ડિંગ્સથી લઈને કાન્સ સુધીની તેમની સફર અનેક માટે પ્રેરણારૂપ છે.