રોજે રોજની ભાગમદોડ, ઘર-ઑફિસનું ટેન્શન, થાકોડો વગેરે જો થોડા સમયમાં દૂર કરવો હોય તો થોડું જોખમ લેવું જ પડે. અને તમે જો એ જોખમ (ખતરા) લેવા માગતા હો તો ભારતી સિંહ અને હર્ષ લિમ્બચિયાનો મજેદાર કૉમેડી ‘ધ ખતરા ખતરા શો’ ખાસ જોવો જ રહ્યો. કૉમેડિયન દંપતિનો શો 13 માર્ચથી વૂટ અને કલર્સ પર શરૂ થઈ રહ્યો છે.
હર્ષ અને ભારતીની કૉમેડી દર્શકો પહેલા પણ માણી ચુક્યા છે. પણ ખતરા ખતરામાં બંને કંઇક અલગ લઈને આવી રહ્યા છે. નવો શો ભારતનો પહેલો ઇન્ટરઍક્ટિવ કૉમેડી ગેમ શો છે જેમાં રિબ-ક્રેકિંગ, કૉમેડી, ફન-ગેમ્સ અને નોન-સ્ટૉપ મસ્તી માણવા મળશે. શોમાં મલ્ટી-ટેલેન્ટેડ ફરાહ ખાન પણ ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે.
હર્ષ લિમ્બચિયા દ્વારા લિખિત અને નિર્મિત કૉમેડી ગેમ શોમાં હર્ષ અને ભારતી હૉસ્ટ તરીકે દેખા દેશે તો ફરાહ ખાન ક્રાઇડે સ્પેશિયલ હૉસ્ટ તરીકે મોજની સાથે ખતરાને ઓર ધમાકેદાર બનાવશે. આ એક ઇન્ટરેક્ટિવ કૉમેડી શોમાં દર્શકો તેમની માનીતી સેલિબ્રિટીઝને મજેદાર ગેમ શોમાં મોજ-મસ્તી અને ખતરાનો સામનો કરતા જોઈ-માણી શકશે. ખતરા ખતરાના 51 હાઈ-વોલ્ટેજ એપિસોડમાં પચાસથી વધુ સેલિબ્રિટીઝ આમને સામને થશે.
ખતરા વેગનમાં જોડાયેલી ખરાહ ખાન કહે છે કે, આજના ટેન્શનભર્યા સમયમાં આપણને હાસ્ય અને મસ્તીનો ડૉઝ જોઇએ છે અને ખતરા ખતરા બસ એ આપી રહ્યું છે. અમે બસ લોકોના મનોરંજન માટે ભેગા થઈ રહ્યા છીએ. કૃપા કરીને અમને સિરિયસલી ન લેતા.
શો અંગે હર્ષ લિમ્બચિયા કહે છે કે, ખતરા ખતરા શો એક એવો શો છે જે તમને રચનાત્મસ સ્વતંત્રતા આપે છે. તમે માત્ર કન્ટેસ્ટંટને પ્રતાડિત કરવા અને તેમની મુશ્કેલીઓ વધારવાનું કામ કરીને પણ મજેદાર ગેમ શો બનાવી શકો છો. આ અમારા અને દર્શકો માટે મજેદાર હશે પણ શોમાં ભાગ લેનારાઓ માટે નહીં.
તો ભારતી સિંહ કહે છે કે, તમે મને ક્યારેય સિરિયસ જોઈ છે, નહીં ને? અને ક્યારેય જોશો પણ નહીં. શો ઘણો મજેદાર છે અને મને લોકોને પ્રતાડિત કરવા ગમે છે, કારણ તેઓ જાળમાં ફસાશે અને આપણે હસીશું.
ધ ખતરા ખતરા શો 13 માર્ટ, 2022થી સોમવારથી શુક્રવાર દરમિયાન વૂટ પર સાંજે સાત વાગ્યે અને કલર્સ પર રાત્ર 11 વાગ્યે પ્રસારિત થશે.