40 ગુજરાતી કલાકારોની હાસ્યની ધમાચકડી વ્હૉટ ધ ફાફડા

શેમારૂમી લાવી રહ્યું છે તદ્દન નવી ફેફસાંફાડ વેબ સિરીઝ

ગુજરાતી દર્શકો માટે શેમારૂમી હાસ્યનો ડૉઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી પર એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ વ્હૉટ ધ ફાફડા સ્ટ્રીમ થઈ છે.  આ વેબસિરીઝ એટલે ધમાકેદાર હાસ્યની ગેરેન્ટી. ‘વ્હોટ ધ ફાફડા’ સિરીઝની ખાસ વાત એ છે કે એમાં પ્રતિક ગાંધી, સંજય ગોરડિયા, ટીકુ તલસાણિયા, શ્રદ્ધા ડાંગર, નીલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી, ઓજસ રાવલ સહિતના ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ 40 કલાકારો એક સાથે જોવા મળશે. ચાલીસ કલાકારોની સિચ્યુએશનલ કૉમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે.

શેમારૂમીએ વ્હૉટ ધ ફાફડા દ્વારા કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. સિરીઝ તરંગી સ્વભાવ ધરાવતા લોકોની વાત દર્શાવે છે. વ્હોટ ધ ફાફડાના દરેક એપિસોડમાં તમામ પાત્રોના અતરંગી સ્વભાવ અને રીતભાત તમારા સુધી અનલિમિટેડ હાસ્ય પહોંચાડશે. એટલું જ નહીં દરેક એપિસોડના અંતે તમે પણ બોલી ઉઠશો કે વ્હૉટ ધ ફાફડા. સિરીઝમાં એક જબરજસ્ત ટાઈટલ ટ્રેક પણ છે, જે તમને થિરકવા મજબૂર કરી દેશે.

અમદાવાદ ખાતે સિરીઝના લૉન્ચિંગના અવસરે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ટીકુ તલસાણિયાએ જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન સેટ પર બધા જ યુવાન અને તરવરિયા કલાકારો હતા. જોકે એક વાત હું ચોક્કસ કહીશ કે આજની યુવા પેઢીના કલાકારો જાણે છે કે તેમણે શું કરવાનું છે. સિરીઝમાં બધાએ જબરજસ્ત કામ કર્યું છે અને મને ખાતરી છે કે દર્શકોને સાસુ-વહુના ટિપિકલ ડ્રામા કરતા કંઈક અલગ પ્રકારનું કન્ટેન્ટ જરૂરથી પસંદ પડશે. આજે જ્યારે વિવિધ પ્રકારની કૉમેડીની જોવા મળી રહી છે, ત્યારે શેમારૂમી અને વ્હૉટ ધ ફાફડાની ટીમ ફૅમિલી ફ્રેન્ડલી હ્યુમર લઈને આવી છે.

Exit mobile version