ટીવી રિયાલિટી શો ડાન્સિંગ સ્ટારનો સેમિ ફાઇનલ રાઉન્ડ 22 ફેબ્રુઆરીએ યોજાઇ રહ્યો છે જ્યારે ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 24 ફેબ્રુઆરીના સનરાઇઝ હેલ્થ રિસોર્ટ ખાતે યોજાશે. ફાઇનલ રાઉન્ડના જજ તરીકે બૉલિવુડની મશહૂર કોરિયોગ્રાફર અને ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાતી સરોજ ખાન ઉપરાંત કોરિયોગ્રાફર તુષાર કાલિયા અને અભિનેત્રી પૂજા સિંહ ઉપસ્થિત રહેશે.
અગાઉ ડાન્સિંગ સ્ટારનો મેગા રાઉન્ડ ફરીદાબાદ ખાતે 16-17 ફેબ્રુઆરીએ યોજાયો હતો. આ ઑડિશનમાં દેશભરથી આવેલા 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોની ટેલેન્ટને જજ કરવા મુંબઈથી કોરિયોગ્રાફર આકાશ રાજપાલ, સીમા સિંઘ અને ટ્વિન્કલ સહગલ આવ્યાં હતાં.
મેગા ઑડિશન અંગે આકાશ રાજપાલે જણાવ્યું કે, બાળકો આટલા ટેલેન્ટેડ હોય છે એ અમે અહીં આવીને જાણ્યું. સ્પર્ધા બે કેટગરીમાં વહેચવામાં આવી છે. પહેલી કેટેગરીમાં 5 થી 15 વરસના બાળકો માટે કોમ્પિટિશન રખાઈ છે. તો બીજી કેટેગરીમાં 15 થી લઈ 35 વરસ સુધીના યુવાનો સામેલ કરાયા હતા. જ્યારે શોના ડિરેક્ટર સંજય સિંહ કાકરાને જણવ્યું કે સ્પર્ધકોનો ઉત્સાહ જોઇ અમે આશ્ચર્યચકિત થઈ ગયા.
શોના નિર્માતા છે આર. કે. સિંહ અને સીમા સિંહ. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ખુશી રાજપુત છે તો દિગ્દર્શક છે સંજય સિંહ કાકરાન તથા કો-ડિરેક્ટર પુષ્પેન્દ્ર સિંહ છે.અટેન્ટિવ મીડિયા દ્વારા આયોજિત શોનું પ્રસારણ સૂર્યા સિનેમા ચૅનલ પર થઈ રહ્યું છે.