મદનિયું હંમેશ એની મા સાથે જ રહેતું હોય છે. પરંતુ અભિયારણ્યનું 3 મહિનાનું ક્યુટ મદનિયુ મૂનબીમ અભિનેતા વિદ્યુતની ફૅમિલી એડવેન્ચર ફિલ્મ જંગલીના શૂટિંગ દરમ્યાન એની માના ઓછાયામાંથી બહાર આવ્યું હતું.

ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં વીજેનું પાત્ર ભજવી રહેલો વિદ્યુત એના હાથી મિ6 સાથે ભજવી રહ્યો હતો. શોટ ચાલુ હતો એ દરમ્યાન જ મૂનબીમે એક બોલ પકડ્યો અને સેટ પર સીન ભજવી રહેલા વીજે (વિદ્યુત જામવાલ) અને ભોલાને રમવા માટે બોલાવી રહ્યો હતો.

એક એવું મદનિયુ જે એની ઉંમરના બીજા પડાવમાં એન્ટ્રી કરી રહ્યો હતો અને એ કદી માનવીના સંપર્કમાં આવ્યું નહોતું.

અભિનેતા હાથીઓ સાથે સંવાદ સાધવા રોજ મહાવત પાસે ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મહાવતે સમજાવ્યું હતું કે મૂનબીમની ઉંમર સંવાદ સાધવા માટે ઘણી નાની છે. એટલે વિદ્યુત હંમેશ એની મા સાથે જ વાતચીત કરતો હતો.

ધીરે ધીરે મૂનબીમે પણ વિદ્યુત સાથે સંવાદ સાધવા માંડ્યો અને એક દૃશ્યના શૂટિંગ સમયે એણે બોલ પકડ્યો અને એની સાથે રમવાનું શરૂ કર્યું. એ સાથે વિદ્યુત પણ એની સાથે બોલથી રમે એવી ઇચ્છા વ્યક્ત કરવા લાગ્યું. આ તો બસ શરૂઆત જ હતી.

મૂનબીમ હવે ટીમનો સૌથી નાની ઉંમરનો સભ્ય બની ગયો. વિદ્યુતે પણ મદનિયાને ખુશ રાખવા સેટ પર એક અલગ પૂલ બનાવવાનો પમ અનુરોધ કર્યો હતો.

વિદ્યુત જામવાલે કહ્યું કે, એક તાજા જન્મેલા મદનિયાની કિશોર બને ત્યાં સુધીની સફર જોવાનો લ્હાવો કંઇક અનોખો હતો. માણસોની જેમ હાથીઓ પણ પોતાના પરિવાર સાથે લાગણીભર્યા સંબંધ ધરાવે છે. મૂનબીમના વર્તાવ પરથી લાગી રહ્યું હતું કે હાથીઓના જે ઝૂંડ સાથે કામ કરી રહ્યા હતા એમાં અમારૂં સ્વાગત છે. જંગલીના શૂટિંગ દરમ્યાન આવા તો અનેક રોચક અનુભવો થયા. શહેરમાં રહેનારાઓને આવા રોમાંચક અનુભવો મળવા શક્ય જ નથી. મને આનંદ છે કે ફિલ્મની સાથે આવા અનુભવો પણ અમે પરદા પર દર્શાવી શકશું.