આજે હું તમારી સમક્ષ એક પ્રતિભાશાળી કલાકાર રજૂ કરૂં છું. એનું નામ છે રીવા રાઠોડ. એ પિયાનો સરસ રીતે વગાડી જાણે છે, વિવિધ ભાષાનાં ગીતો ગાયાં છે. એટલું જનહીં, મ્યુઝિક કમ્પોઝ પણ કરી શકે છે. હું આશા રાખું છું કે તમને પણ એનું ગીત-સંગીત પસંદ પડશે. રીવાને મારા આશીર્વાદ છે અને સફળતા મળે એવી શુભેચ્છા. આ શબ્દો છે ભારતરત્ન લતા મંગેશકરના. જાણીતા શાસ્ત્રીય
ગાયક રૂપકુમાર રાઠોડ અને સુનાલી રાઠોડની દીકરી રીવા રાઠોડને એનાં નવા આલ્બમની રજૂઆત સમયે લતાએ આશીર્વાદ આપતા કહ્યું હતું.

પદ્મશ્રી હૃદયનાથ મંગેશકર અને મહારાષ્ટ્રનાં ફર્સ્ટ લેડી અમૃતા ફણવીસે રીવાનો મ્યુઝિક વિડિયો લૉન્ચ કર્યો હતો. આ પ્રસંગે જુહી ચાવલા, ઉષા મંગેશકર, હરિહરન, સુરેશ વાડકર, જતીન પંડિત, શ્રવણ રાઠોડ, ઇસ્માઇલ દરબાર, આદીનાથ મંગેશકર, માસ્ટર શેફ સંજીવ કપૂર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.