બૉલિવુડ માટે 2019ના નવા વરસની શરૂઆત ધમાકેદાર રહી. રણવીર સિંહની મસાલેદાર-ઍક્શન ફિલ્મ સિંબાને બૉક્સ ઑફિસ પર દર્શકોનો જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. સિંબાએ ભારતમાં માત્ર ત્રણ અઠવાડિયામાં 227 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એ સાથે ફિલ્મે શાહરૂખ ખાન અને દીપિક…

બૉલિવુડ માટે 2019ના નવા વરસની શરૂઆત ધમાકેદાર રહી. રણવીર સિંહની મસાલેદાર-ઍક્શન ફિલ્મ સિંબાને બૉક્સ ઑફિસ પર દર્શકોનો જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. સિંબાએ ભારતમાં માત્ર ત્રણ અઠવાડિયામાં 227 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એ સાથે ફિલ્મે શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસને પાછળ ધકેલી દીધી છે.

ટ્રેડ એનાલિસ્ટ દ્વારા બહાર પડાયેલા ફિલ્મના આંકડાઓ મુજબ સિંબાએ રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસના લાઇફટાઇમ કલેક્શનને પાર કર્યો છે. ફિલ્મે માત્ર ત્રણ અઠવાડિયામાં 227 કરોડનો આંકડો પાર કર્યો છે.

2018ની ટૉપ ગ્રોસર ફિલ્મોની યાદીમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુ ટોચ પર છે. તો બીજા ક્રમે સંજય લીલા ભણશાલીની પદ્માવત બીજા ક્રમાંકે અને રણવીર સિંહની સિંબા ત્રીજા સ્થાને છે. જ્યારે રજનીકાંતની સુપરહિટ ફિર્મ 2.0એ ચોથું સ્થાન મેળવ્યું છે. 2018ની ટૉપ-4 ગ્રોસર ફિલ્મોની યાદીમાં રણવીર સિંહની બે ફિલ્મો સામેલ થઈ છે. આ યાદીમાં બૉલિવુડના ત્રણેય ખાન તેમની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.