રાજકુમાર હિરાણીનું નામ મી-ટુમાં આવ્યા બાદ વિધુ વિનોદ ચોપરાએ એક લડકી કો દેખા તો ઐસા લગામાંથી રાજકુમાર હિરાણીનું નામ કાઢી નાખ્યું છે. રાજકુમાર હિરાણી આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું માથું હોવાને કારણે કોઈ હિરાણી વિરૂદ્ધ બોલતા અચકાઈ રહ્યા છે.

એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મની એક ઇવેન્ટમાં વિધુ વિનોદ ચોપરાને જ્યારે હિરાણી પર થયેલા આક્ષેપો અને તેમનું નામ ફિલ્મમાંથી હટાવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વિધુ વિનોદ ચોપરાએ સવાલને ઇગ્નોર કરતા કહ્યું કે, આ વાત કરવા માટે યોગ્ય સમય અને સ્થળ નથી. આ સ્ટેજ અને ઇવેન્ટ અન્ય પર્પઝ માટે છે જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એટલું જરૂરી જેટલો એ ઇશ્યુ છે જેના માટે તમે વાત કરી રહ્યા છો. અમે એ અંગે પણ વાત કરશું પણ યોગ્ય સમય આવ્યે.
રાજકુમાર હિરાણી સાથે સંજુમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કરનાર એક ફીમેલ એમ્પ્લોઇએ એમના પર ઉત્પીડનનો આક્ષેપ કર્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ વિક્ટિમનું કહેવું છે કે ડિરેક્ટરે છ મહિના સુધી એનું જાતીય શોષણ કર્યું હતું. મહિલાએ એ અંગે ફરિયાદ કરતો એક ઇ-મેલ પણ કો-પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાને કર્યો હતો. જોકે મેકરના વકીલે આરોપોને નકારી કાઢ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here