21 માર્ચે અક્ષયકુમાર જેવા સ્ટારની ફિલ્મ કેસરી સામે અભિમન્યુ દાસાની અને રાધિકા મદાન જેવા નવા કલાકારો ધરાવતી ફિલ્મ કેમ રિલીઝ થઈ રહી છે એ વાતનું સૌને અચરજ થઈ રહ્યું છે. જોકે ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ સૌને લાગ્યું કે આ અલગ પ્રકારના જૉનરની ફિલ્મ છે અને એમાં હ્યુમરનો ગજબનો તડકો છે. એમાંય ટીઝરમાં અભિમન્યુ દાસાની કહેતો સંભળાય છે કે એ અક્ષયકુમારનો જબરજસ્ત ફૅન છે અને એ કેસરીનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોશે.

ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે જે સમાજની બુરાઈઓ અને ખરાબ લોકો સામે લડત ચલાવવા માંગે છે, પરંતુ એનામાં સુપર મેનની એવી શક્તિ છે જે હકીકતમાં દુર્લભ કહી શકાય એવી બિમારી છે. આ બિમારીને કારણે એને કોઈ પણ પ્રકારનું શારીરિક દર્દ અનુભવી શકતો નથી.

મર્દ કો દર્દ નહીં હોતા દુનિયાભરના અને ફેસ્ટિવલમાં દર્શાવાઈ છે અને ક્રિટિક્સે એને વખાણી પણ છે. RSVP મૂવીઝ દ્વારા નિર્મિત ફિલ્મમાં મહેશ માંજરેકર, ગુલશન દવૈયા અને જિમિત ત્રિવેદી જેવા કસાયેલા કલાકારો છે. ફિલ્મ 21 માર્ચે રિલીઝ થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here