સની લિયોની પરી જેવી દેખાય છે એની કોઈ ના પાડી શકે એમ નથી. પરંતુ હાલ એ જલપરી બની છે. એટલું જ નહીં, એને જલપરી બનેલી જોઈ એનો જૂનો જોડીદાર યો યો હની સિંહ પણ ગાવા લાગ્યો, મછલી જલ કી રાની હૈ… જી સહી પકડે હૈ, ચાર બોતલ વોડકા જેવાં હિટ નંબરની આ સુપરહિટ જોડી ફરી એક વાર આપને ઝૂમતા કરવા આવી રહી છે.

યો યો હની સિંહ અને સનીની જોડીએ ચાર બોતલ વોડકામાં એવી ધમાલ મચાવી હતી કે આજે પણ ગીતનો રંગ ફીકો નથી પડ્યો. હવે ફરી એકવાર આ સિંગર અને ડાન્સરની જોડી એના ચાહકોને નાચવા મજબૂર કરશે.
મળતા અહેવાલ મુજબ આ સુપરહિટ જોડી અપકમિંગ ફિલ્મ ઝૂઠા કહી કામાં ફરી આવી રહી છે. બંને એક આઇટમ સૉંગ પર ડાન્સ કરતા નજરે પડશે. આ ડાન્સ નંબરની વાત કરીએ તો નર્સરીની કવિતા મછલી જલ કી રાની હૈ પર આધારિત હશે.
તાજેતરમાં આ ગીતનું શૂટિંગ થાઇલેન્ડમાં પૂરૂ થયું છે જેમાં સની લિયોની જલપરી (મરમેઇડ) સ્વરૂપે દેખાશે. સની એના મરમેઇડ લૂકને કારણે ઘણી એક્સાઇટેડ છે. સનીનું કહેવું છે કે, મેં પહેલાં આવું ગીત ક્યારેય કર્યું નથી. આ ગીત રિલીઝ થાય એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.
ઝૂઠા કહી કા 15 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં સના સિંહ, રિશી કપૂર, જિમી શેરગિલ, ઓમકાર કપૂર, લિલેટ દુબે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here