અક્ષયકુમાર અભિનીત ફિલ્મ કેસરી 2019માં એના પહેલા જ વીક ઍન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 21 એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા ચાર દિવસમાં જ 78.07 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોવાનું ટ્રેડ પંડિતોએ જણાવ્યું હતું. ફિલ્મના નિર્માતાના હિસાબે ફિલ્મે પહેલા દિવસે 21.06 કરોડ રૂપિયા, બીજા દિવસે 16.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 18.75 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 21.5 કરોડ રૂપિયાની આવક કરી હતી. કેસરીએ ચાર દિવસમાં કુલ 78.07 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

ફિલ્મના પહેલાં વીક ઍન્ડની કમાણીનો રણવીર સિંહની ગલી બૉયનો રેકોર્ડ કેસરીએ તોડ્યો છે. ગલી બૉયએ પહેલા વીક ઍન્ડમાં 72.45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેસરીએ કમાણીના અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

આદર્શે ટ્વીટ કર્યું હતું કે, 2019માં પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ. ત્રણ દિવસમાં 50 કરોડનો કડો પાર, ચોથા દિવસે 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી. એ સાથે તેમણે ઉમેર્યું કે, આ એક પ્રભાવશાળી આંકડાઓ છે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કેસરી 1897માં સારાગઢીના ઐતિહાસિક યુદ્ધ પર આધારિત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here