બૉલિવુડના દબંગ ખાન સલમાન ખાનની ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોતા હોયછે. એમાં ય તેમની આગામી ફિલ્મ ભારત માટે તો ચાહકો ઘણા એક્સાઇટેડ છે. ફિલ્મનું શૂટિંગ પૂરૂં થઈ ચુક્યું છે અને ફિલ્મના નિર્માતા અતુલ અગ્નિહોત્રીએ વિડિયો શેર કરી એની ઘોષણા કરી છે. ફિલ્મનું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થાય એવી શક્યતા છે અને એ સાથે ગીતો પણ સાંભળવા મળશે. ભારતમાં સલમાન ખામ એક અલગ અંદાજમાં જોવા મળશે.

મળતા અહેવાલ મુજબ ભારતના પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ તાજેતરમં તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર #Bharat#complete અને #Bharat#filming#complete#ના મેસેજ સાથે એક વિડિયો શેર કર્યો છે. જેમાં શૂટિંગ પૂરૂ થયું હોવાની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. વિડિયોમાં કેટરિના કૈફ, સુનીલ ગ્રોવર અને નિખિલ સહિત અન્યો ઇટ્સ અ રેપ અને સમાપ્તિની ઘોષણા કહેતા નજરે પડે છે. હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાથી ટૂંક સમયમાં નવું ટીઝર અને ગીત દર્શકોને જોવા મળે એવી શક્યતા છે.

ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાને અગાઉ સુલ્તાન અને ટાઇગર અભી જિંદા હૈમાં સાથે કામ કરવાની સાથે બોક્સ ઑફિસ પર પોતાની કમાલ દાખવી ચુક્યા છે. આ તેમની ત્રીજી ફિલ્મ છે અને ફિલ્મની જે રીતે ઇન્ડસ્ટ્રીની સાથે દર્શકોમાં ચર્ચા ચાલી રહી છે એ જોતા તેઓ સફળતાની હેટ ટ્રિક મારશે એ નક્કી છે. અને એ માટેનું એક કારણ છે સલમાનની ફિલ્મની ભૂમિકા. ભારતમાં સલમાને 18 થી 60 વરસની ઉંમરનું પાત્ર ભજવ્યું છે.

મળતા અહેવાલ મુજબ ભારત કોરિયન ફિલ્મ ઑડ ટુ માય ફાધરની હિન્દી રીમેક છે. 2019ના ઇદના અવસરે ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ ઉપરાંત સુનીલ ગ્રોવર, નોરા ફતેહી અને દિશા પટની પણ નજરે પડશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here