ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું બીજું પોસ્ટર સોમવારે દિલ્હીમાં રિલીઝ કરશે. ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ 12 એપ્રિલે દેશભરમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે જણાવ્યું હતું કે, આ ફિલ્મ મારા રુદિયાની નજદિક છેફિલ્મના પહેલા પોસ્ટરને ઘણો આવકાર મળ્યો હતો અને આને કારણે એક વ્યક્તિ ઘણી ખુશ હશે અને એ છે અમિત શાહ. બીજું પોસ્ટર રિલીઝ થાય એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ફિલ્મનું પહેલું પોસ્ટર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના હસ્તે રિલીઝ કરાયું હતું.

ફિલ્મમાં અમિત શાહની ભૂમિકા મનોજ જોશી ભજવી રહ્યા છે. ફિલ્મમાં દર્શનકુમાર, બોમન ઈરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને આક્ષત આર. સલુજા મુખ્ય ભૂમિકાઓમાં છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ ફિલ્મના નિર્માતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here