બૉક્સિંગ અને આતંકવાદની પૃષ્ઠભૂમિ પર બનેલી હિન્દી ફીચર ફિલ્મ વી ફોર વિક્ટરને પીવીઆર 5 એપ્રિલ 2019ના રિલીઝ કરશે. આજકાલ આતંકવાદે કેવી રીતે તમામ રમતોમાં પોતાનો પગપેસારો કર્યો છે એની વાત આલેખતી આ ફિલ્મ છે. ફિલ્મના હીરો છે સુદીપ પાંડે, જેમણે ભોજપુરીની 40થી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે અને વી ફોર વિક્ટરથી તેઓ બૉલિવુડમાં પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન એસ. કુમારનું છે અને સંગીતકાર છે સંજીવ દર્શન.

ફિલ્મ અંગે જણાવતા સુદીપ પાંડે કહે છે કે, ફિલ્મમાં હું વિક્ટર નામનની સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છું. એ કેવી રીતે બૉક્સર બને છે અને કઈ રીતે દેશના હિતમાં કામ કરે છે એ દર્શાવવામાં આવ્યું છે. દેશભક્તિથી છલોછલ ફિલ્મ યુવાનોને ચોક્કસ પસંદ પડશે અને યુવા પેઢીને દેશ માટે કંઇક સારૂં કરવા પ્રેરિત કરશે. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની બૉક્સિંગ મેચ દર્શાવવામાં આવી છે જે ઘણી રોમાંચક છે. વિક્ટર માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપે છે. આજે સોશિયલ મીડિયા દ્વારા આપણા દેશના ભણેલાગણેલા યુવાનો કેમ અને કેવી રીતે ગુમરાહ થઈ રહ્યા છે અને આજકાલ ખેલની દુનિયામાં કેવા ખેલ ખેલાય છે એ દર્શાવવામાં આવ્યું છે. આ એક અલગ પ્રકારની ફિલ્મ છે.

વી ફોર વિક્ટરનું 75 ટકા શૂટિંગ મલેશિયામાં થયું છે જ્યારે બાકીનો હિસ્સો ભારતમાં ફિલ્માવાયો છે. ફિલ્મમાં સુદીપ પાંડે ઉપરાંત બંગાળી અભિનેત્રી પામેલા સંઘમિત્રા, સુરેશ ચવ્હાણ, નાસિર અબ્દુલ્લા, ઉષા બચાની, રાશુલ ટંડન, રૂબિ પરિહાર, સુરેશ ચૈહાણ, જસવિંદર ગાર્ડનર, શ્રીકાંત પ્રત્યુષ, સંજય સ્વરાજ મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here