અર્જુન પતિયાલા અગાઉ 3 મેના રિલીઝ થવાની હતી. પરંતુ ટી-સિરીઝ અને મેડોક ફિલ્મ્સની દિલજિત દોસાંજ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મ હવે 19 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા છે ભૂષણ કુમાર અને દિનેશ વિજન.

ભૂષણ કુમારે તેમના ઑફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર આ જાણકારી શેર કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, અર્જુન પતિયાલા 19 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મની તારીખ કેમ લંબાઈ એનું કારણ જોકે જાણવા મળ્યું નથી.

રોહિત જુગરાજ દિગ્દર્શિત ફિલ્મમાં વરૂણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ અને વરૂણ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.

અર્જુન પતિયાલાની ટક્કર હવે સની દેઓલ દિગ્દર્શિત પલ પલ દિલ કે પાસ સાથે થશે. આ ફિલ્મથી સનીપુત્ર કરણ દેઓલ બૉલિવુડમાં કરિયરની શરૂઆત કરી રહ્યો છે.

ફિલ્મની હીરોઇન કૃતિ સેનન છેલ્લે લુકા છુપીમાં નજરે પડી હતી. બૉક્સ ઑફિસ પર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન હતો. જ્યારે વરૂણ શર્મા હાલ એની આગામી રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ રૂહ-અફજાના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here