ડ્રીમ્ઝ પ્રીમિયર લીગ (ડીપીએલ) અંડર આર્મ ક્રિકેટ ટુર્નામેન્ટ જીવનનો અનેરો અવસર છે. જેમની પાસે પોતાની ટેલેન્ટ દર્શાવવા અને પૂરા ભારતમાં આગવી ઓળખ હાંસલ કરવા માંગતા હોય અને માટે અંડર આર્મ ક્રિકેટ રમવામાં રૂચિ ધરાવતા હોય તેમને માટે ડીપીએલ ખાસ તક પૂરી પાડશે.

દિગ્ગજ ગીતકાર સમીર અંજાન, ડીજે શેજવુડ, હીરોઇનો શાંતિપ્રિયા, રાની અગ્રવાલ, કોંગ્રેસના વિધાનસભ્ય કૃષ્ણા હેગડે, ભાજપના વિધાનસભ્ય રાહુલ બુંજ અને સંજય પોટનિસ પણ ખેલાડીઓ સાથે બંટિંગમાં પોતાનો હાથ અજમાવી રહ્યા હતા.

ડીપીએલના સ્થાપક વાસિબ પેશિમામના જણાવ્યા મુજબ, ડીપીએલની લોકપ્રિયતા વધતી જાય છે. મારી પાસે આગવી હરોળના ખેલાડીઓ છે જેમનું પર્ફોર્મન્સ અસાધારણ રહ્યું છે. હું આને અંડર આર્મ ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ તરીકે સ્થાપિત કરવા માંગું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here