સુશાંત સિંહ રાજપુત અને ભૂમિ પેડણેકરને ચમકાવતી ફિલ્મ સોનચિડિયા આખરે 1 માર્ચે રિલીઝ થઈ રહી છે. કલાકાર-કસબીઓ પોતપોતાની રીતે ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક ઇન્ટરવ્યુ તો ક્યાંક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લેવા કલાકારો દોડાદોડી કરી રહ્યા છે. તાજેતરમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાંથી પરવારેલા કલાકારો રણવીર શોરી, મનોજ બાજપાયી, આશુતોષ રાણા અને સુશાંત સિંહ રાજપુત જુહુસ્થિત ફાઇવસ્ટારમાં હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા.

સોનચિડિયામાં 1970ના દાયકાની વાત જોવા મળશે. જેમાં એક નાનકડું શહેરમાં ડાકુઓનું શાસન હોવાની સાથે તેમનું પ્રભુત્વ છે. એટલું જ નહીં, અહીં સત્તા હાંસલ કરવા અનેક ટોળકીઓ લડતી નજરે પડશે. ફિલ્મની થીમને ધ્યાનમાં રાખી સ્ટારકાસ્ટ ઇન્ટેન્સ અવતારમાં જોવા મળશે જેની ઝલક પ્રોમોમાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here