ફિલ્મ અને સિરિયલમાં ગેસ્ટ અપીઅરન્સ વિશે તો સૌએ સાંભળ્યું હશે. પણ લુકા છુપીના મેકર્સ ઑડિયન્સ માટે કંઇક અનોખું લઈને આવ્યા છે. એમના લેટેસ્ટ પ્રમોશનલ વિડિયોમાં લીડ આર્ટિસ્ટ કાર્તિક આર્યન અને ક્રિતી સેનન સુપરસ્ટાર અક્ષયકુમાર સાથે જોવા મળશે.

ક્લિપની શરૂઆતમાં કાર્તિક પોસ્ટર છપવા દો ગીત પર થિરકતો હોય છે ત્યાં થોડી સેકંડમાં ક્રિતી એન્ટ્રી મારે છે. હજુ બંને કલાકાર તેમનો ડાન્સ પૂરો કરવાની અણી પર હોય છે ત્યાં અક્ષયકુમાર ટકી પડે છે.
તાજેતરમાં ફિલ્મનો પોસ્ટર છપવા દો ટ્રેક રિલીઝ કરાયો. લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ફિલ્મ લુકા છુપીના નિર્માતા છે મેડોક ફિલ્મ્સના દિનેશ વિજન. ફિલ્મ 1 માર્ચ 2019ના રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here