ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ લગભગ ત્યારથી જ જાણે વણલખ્યો નિયમ ચાલી આવ્યો છે કે ફિલ્મ શુક્રવારે જ રિલીઝ થાય. અને ફિલ્મોના રસિયા તો શુક્રવાર ક્યારે આવે અને નવી ફિલ્મ માણવા જઇએ એની તાલાવેલી હોય છે. દર શુક્રવારે અવનવા વિષયો ધરાવતી વિવિધ ભાષાની ફિલ્મો રિલીઝ થાય છે. ગયા અઠવાડિયે ઇન્દ્રકુમારની ટોટલ ધમાલ રિલીઝ થઈ જે બોક્સ ઓફિસ ગજવી રહી છે. તો આ શુક્રવારે ચાર-ચાર ફિલ્મો રિલીઝ થવાની છે.

આ શુક્રવારે ચાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે એમાં મુખ્ય છે લુકા છુપી અને સોન ચિરિયા. ઉપરાંત હામિદ અને સેન્ટર્સ પણ રજૂ થવાની છે.

લુકા છુપી

લક્ષ્મણ ઉટેકર દિગ્દર્શિત ફિલ્મ લુકા છુપી લિવ ઇન રિલેશનશિપ પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે એક પ્રેમી યુગલ પોતાના પરિવાર સાથે લગ્ન કર્યા વગર લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને ક્રીતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત અપારશક્તિ ખુરાના, વિનય પાઠક અને પંકજ ત્રિપાઠી મહત્ત્વની ભૂમિકામાં છે.

સોન ચિરિયા

અભિષેક ચૌબે દિગ્દર્શિત ફિલ્મ સોન ચિરિયાની વાર્તા ચંબલના ડાકુઓની આસપાસ ઘૂમે છે. ફિલ્મનું ટ્રેલર જોઈ એવું લાગે છે કે એમાં ચંબલના લૂટારાની વાતો છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત, ભૂમિ પેડણેકર, આશુતોષ રાણા, મનોજ બાજપેયી, રણવીર શૌરી મુખ્ય ભૂમિકામાં છે.

હામિદ

હામિદ એક એવા છોકરાની વાત છે જેના પિતા હયાત નથી. એને જ્યારે ખબર પડ છે કે 786 અલ્લાહનો નંબર છે ત્યારે એ અબ્બા સાથે વાત કરવા એ નંબર ડાયલ કરે છે. કારણ એની અમ્મીએ એને કહ્યું હતું કે અબ્બા અલ્લાહ પાસે છે. ફિલ્મનું દિગ્દર્શન એજાઝ ખાને કર્યું છે.

સેન્ટર્સ

સેન્ટર્સ એક થ્રિલર ફિલ્મ છે. એના દિગ્દર્શક અશ્વિની ચૌધરી અને નિર્માતા વિકાસ મણિ છે. એમાં વિજય રાજ, આફતાબ શિવદાસાની, ઈશા દત્તની મુખ્ય ભૂમિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here