ફૂટબોલ પર આધારિત મરાઠી સુપરડુપર હિટ ફિલ્મ સૈરાટ ફેમ દિગ્દર્શક નાગરાજ મંજુલેની અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ઝુંડની રિલીઝ ડેટ નિર્માતાએ જાહેર કરી છે. ભુષણ કુમાર, ક્રિશન કુમાર, રાજ હિરેમાથ, સવિતા રાજ હિરેમાથ અને નાગરાજ મંજુલે દ્વારા ટી-સિરીઝ, તાંડવ ફિલ્મ્સ એન્ટરટેઇન્મેન્ટ અને ઓટપાટ બેનર હેઠળ બનેલી ફિલ્મ ઝુંડ 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થશે.