સની લિયોની અને અર્જુન બિજલાની દ્વારા હૉસ્ટ થનારા શો સ્પ્લિટ્સવિલાની સીઝન-14 ટૂંક સમયમાં આવી રહી છે. શોની પ્રેસ કૉન્ફરન્સમાં સની લિયોની અને અર્જુન બિજલાનીએ જોરદાર એન્ટ્રી કરી હતી. જી હા, દરિયા કિનારે મોજાં પર સવાર થઈ બંનેએ ક્વાડ બાઇક (રેતીમાં દોડતી ખાસ પ્રકારની બાઈક) પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બાઇક ચલાવતી વખતે સની લિયોની એકદમ બિન્ધાસ્ત દેખાતી હતી. એટલું જ નહીં, એણે ઉપસ્થિત લોકોને પૂછ્યું પણ ખરૂં કે શું તેમને એની બાઈક પર બેસવાની ઇચ્છા છે?
સ્પ્લિટ્સવિલા એક એવો રિયાલિટી શો છે જ્યાં લોકો પ્યા-મહોબ્બતની રમત રમતા રમતા જોડી બનાવે છે, એટલે કે આ ડેટિંગ રિયાલિટી શો છે. અત્યાર સુધીની સોની તમામ સીઝને ધૂમ મચાવી છે. હવે સ્પ્લિટ્સવિલાની 14મી સીઝન ધૂમ મચાવવા આવી રહી છે.