ગોકુલધામના સોસાયટીના તમામ સભ્યોએ કોવિડ- ૧૯ની રસીના બંને ડોઝ લીધા હોવાથી તેઓ બમણાં ઉત્સાહથી તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યા છે. રસીકરણ બાદ આવતો પહેલો તહેવાર છે ગણેશોત્સવ. એટલે ગોકુલધામની ટપુ સેના સાથે ભીડેની કમિટીએ પણ ગણેશોત્સવ માટેની તૈયારીઓ શરૂ કરી છે.

તમામ સભ્યો ગણેશોત્સવની ઉજવણી માટે ખૂબ જ આતુર હોવાથી ભીડેએ ગણેશોત્સવ અંગે ચર્ચા કરવા માટે દરેકને ક્લબહાઉસમાં આમંત્રણ આપ્યું છે. દરમિયાન, પોપટલાલ પણ ગણેશોત્સવની તૈયારી માટે ગોકુલધામ પાછા આવે છે. ટપુ સેના પણ અનોખું પ્લાનિંગ કરવાનું વિચારી રહી છે. બીજી બાજુ જેઠાલાલે ગણેશ ઉત્સવ દરમિયાન પોતાની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકો માટે ખાસ છૂટ અને ઓફર રાખી છે. આ રીતે, તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના તમામ લોકો આ વર્ષે ભારે ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાના આગમનની તૈયારી કરી રહ્યા છે.